નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર જેકી શ્રોફની પુત્રી કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) છાશવારે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હાલ તે એબન હોમ્સ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. એબન અને કૃષ્ણાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થતી રહે છે. હાલમાં જ કૃષ્ણા શ્રોફે પોતાની બિકિનીવાળી તસવીરો પોસ્ટ કરી તો ભાઈ ટાઈગરે (Tiger Shroff) પણ તેના પર રિએક્શન આપ્યું. તે ઈમોજી દ્વારા પોતાની બહેનની ટાંગ ખેંચતા જોવા મળી રહ્યો છે. એક બીજી તસવીર પર ટાઈગરે લખ્યું છે કે 'ઈબન બિચારો'...
કૃષ્ણા (Krishna Shroff) એ જે તસવીરો શેર કરી છે તેમાં તે પોતાના બોયફ્રેન્ડ સાથે પૂલના કિનારે રોમાન્સ કરી રહી છે. કૃષ્ણા અને એબન ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેના લગ્નને લઈને પણ અનેક અટકળો થઈ રહી છે. ઈબને એક તસવીર શેર કરતા કૃષ્ણાને તેની વાઈફ ગણાવી હતી. કૃષ્ણા અને ઈબન ડિનર ડેટ ઉપર પણ ગયા હતાં. તેનો ફોટો શેર કરતા ઈબને કૃષ્ણાને Wifey કહીને સંબોધન કર્યું હતું.
આ બાજુ ટાઈગરની વાત કરીએ તો હાલમાં ઋતિક રોશનની સાથે આવેલી ફિલ્મ વોર બોક્સ ઓફિસ પર ખુબ સારું પ્રદર્શન કર્યું છે. તે જલદી બાગી-3માં જોવા મળશે. ટાઈગરની બાગી-2 અને બાગી ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ સફળ રહી હતી. આમ તો ટાઈગરે કૃતિ સેનન સાથે હીરોપંતીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખુબ નામના મેળવી હતી. ડાન્સ અને એક્શનને લઈને ટાઈગર બોલિવૂડમાં એક ખાસ જગ્યા બનાવી ચૂક્યો છે. જ્યારે ટાઈગર ફિલ્મોમાં કામ નહતો કરતો ત્યારે તે જીમમાં ખુબ એક્સસાઈઝ કરતો હતો અને આમિર ખાને કહ્યું હતું કે આ છોકરો ખુબ આગળ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે